Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

   Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું.

જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.











Comments

Popular posts from this blog

Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

           Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગત લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં જે મતદાન મથકો પર ૫૦ ટકા કરતા ઓછુ મતદાન થયુ હોય એવા મતદાન મથકો પર ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને SVEEP નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ ગુરૂવારે વલસાડના વાઘદરડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.  ૫૦% કરતા ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો ફલધરા- ૪ અને વેલવાચ-૧ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય  એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ગુરૂવારે વાઘદરડા પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્જુનભાઈ પટેલ, બી.આર.સી. કૉ. તથા તાલુકા SVEEP નોડલ અધિકારી  મિતેશભાઈ પટેલ અને જિલ્લા એમ.આઈ.એસ. અંકુરભાઈએ ઉપસ્થિત રહી ફલધરા અને વેલવાચ ગામમાંથી ઉપસ્થિત રહેલા ૧૪૦ જેટલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલોને વધુમાં વધુ મતદાન કરાવવા માટે ગામના મતદારો તા. ૭ મી મે ના રોજ મતદાન...

Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.

      Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ. નવસારી જિલ્લાની શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તથા વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા ' VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે શેઠ એચ.સી.પારેખ નવસારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી જનજાગૃતિ થકી મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

       Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતુ...